jay adhya shakti aarti lyrics in gujarati
- sharansh261020
- Mar 30
- 2 min read
જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિઅખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણુંબ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
તૃતીયા ત્રણ સ્વરુપ, ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવનમાં બેઠાંત્રયા થકી તરવેણી, ત્રયા થકી તરવેણી, તું તરવેણી માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી, મા સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યાચાર ભુજા ચૌ દિશા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાંૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્માપંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચ સહસ્ર ત્યાં સોહીએ, પંચે તત્વો માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર માર્યોનર-નારીના રુપે, નર-નારીના રૂપે, વ્યાપ્યા સઘળે માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રીગૌ ગંગા ગાયત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગિરિજા માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા, આઇ આનંદા, મા આઇ આનંદાસુનીવર મુનીવર જન્મ્યા, સુનીવર મુનીવર જન્મ્યા, દેવ દૈત્યો માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગાનવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધાં હરબ્રહ્માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
દશમી દશ અવતાર, જય વિજયા દશમી, મા જય વિજયા દશમીરામે રામ રમાડ્યા, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામાકામ દુર્ગા કાલિકા, કામ દુર્ગા કાલિકા, શ્યામા ને રામાૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબામા, મા બહુચરી અંબામાબટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજમાૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
તેરસે તુળજારૂપ, તું તારુણી માતા, મા તારુણી માતાબ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતાંૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડાભાવ ભક્તિ કાંઇ આપો, ચતુરાઇ કાંઇ આપો, સિંહ-વાહની માૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
પુનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણાવશિષ્ટદેવે વખાણ્યા, માર્કંડમુનિએ વખાણ્યા, મા ગાઇ શુભ કવિતાૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
સંવત સોળ સતાવન, સોળશે બાવીસમા, મા સોળશે બાવીસમાસંવત સોળે પ્રકટ્યા, સંવત સોળે પ્રકટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરેૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
ત્રંબાવટી નગરી, આઇ રૂપાવટી નગરી, મા મંછાવટી નગરીસોળ સહસ્ર ત્યાં સોહીએ, સોળ સહસ્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરીૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
એકમે એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશોભોળા ભવાનીને ભજતાં, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશોૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
ભાવ ના જાણું ભક્તિ ના જાણું, ના જાણુ સેવા, મા ના જાણુ સેવાવલ્લભ ભટ્ટને રાખ્યા, વલ્લભ ભટ્ટને રાખ્યા, શરણે સુખ દેવાૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
શિવશક્તિની આરતી, જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશેભણે શિવાનંદ સ્વામી, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશેૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે
મા નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી … મા શોભા બહુ સારી,અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળીૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે




Comments